Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

વાપીમાં કાયમી ફાયર અોફિસર નિમવા અને પ્રિ ઍનઅોસીની અવધિ વધારવા માંગ

વાપીમાં કાયમી ફાયર અોફિસર નિમવા અને પ્રિ ઍનઅોસીની અવધિ વધારવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ ઍસ્ટેટ ડેવલપર્સ ઍસોસિઍશન દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી  ઍમ. કે. દાસ ને ઍક પત્ર પાઠવીને વલસાડ જિલ્લા અને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામ ઉદ્યોગ અને સામાન્ય જનતાના હિતમાં બે મહત્વપૂર્ણ વહીવટી પ્રશ્નો અંગે તાકીદે હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે. ઍસોસિઍશનના પ્રમુખ અશોકભાઈ કે. મંગે દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં વાપીમાં કાયમી ફાયર ઓફિસરની નિમણૂક કરવા માટે રિમાઇન્ડર પાઠવવામાં આવ્યું છે, સાથે જ નવા પ્રોજેક્ટ્સ માટે ફાયર પ્રિ- ઍન. ઓ. સી.ની સમયમર્યાદા વધારવાની પણ માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું કે વાપી ઞ્ત્ઝ઼ઘ્ ઍશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની ઍક છે અને તે ૅહાઈ ફાયર રિસ્ક ઝોનમાં આવે છે. વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેનો ભૌગોલિક વિસ્તાર અને વિકાસની ગતિ ખૂબ જ વધી ગઈ છે. સ્થાનિક સ્તરે જ વહીવટી સરળતા રહે અને સુરત સુધી લાંબા થવું ન પડે તે માટે વાપીમાં કાયમી ધોરણે ફૂલ-ટાઈમ ફાયર ઓફિસરની નિમણૂક સત્વરે પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. અગાઉ આ અંગે કરાયેલી રજૂઆતના જવાબમાં શહેરી વિકાસ વિભાગે આ બાબત વાપી મહાનગરપાલિકાને યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપી હોવાનું જણાવ્યું હતું, જેના ભાગરૂપે ઍસોસિઍશને આ પ્રક્રિયા ઝડપી બનાવવા વહીવટીતંત્રને રિમાઇન્ડર આપ્યું છે. રજૂઆતમાં બાંધકામ ક્ષેત્રને નડતી ઍક મોટી વહીવટી મુશ્કેલી તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. હાલમાં નવા પ્રોજેક્ટ્સ માટે ફાયર વિભાગ દ્વારા પ્રિ-ફબ્ઘ્ ફક્ત ઍક જ વર્ષ માટે આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ, રેરા (ય્ચ્ય્ખ્) ઓથોરિટી દ્વારા પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાસ્તવિક અવધિ (ઘ્ૃંષ્ટશ્રફૂદ્દજ્ઞ્ંઁ ભ્ફૂશ્વજ્ઞ્ંફુ) માંગવામાં આવે છે અને તે મુજબ જ પ્રોજેક્ટની મંજૂરી અપાય છે.કોઈપણ મધ્યમ કે મોટા કક્ષાના બાંધકામ પ્રોજેક્ટને પૂર્ણ થતાં ઓછામાં ઓછા ૨ થી ૪ વર્ષનો સમય લાગે છે. દર વર્ષે પ્રિ-ફબ્ઘ્ રીન્યુ કરાવવાની આ જોગવાઈના કારણે ડેવલપર્સને દર વર્ષે બિનજરૂરી વહીવટી પ્રક્રિયાઓ, સમયનો વ્યય અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડે છે. ઍસોસિઍશને માંગ કરી છે કે જો રેરા પ્લેટફોર્મ પર પ્રોજેક્ટની સમયમર્યાદા સ્વીકારવામાં આવતી હોય, તો ફાયર પ્રિ-ફબ્ઘ્ પણ ફક્ત ઍક વર્ષના બદલે રેરાની પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અવધિ અથવા પ્લાન પાસિંગની સમયમર્યાદા સુધી માન્ય રાખવી જોઈઍ. બાંધકામ ઉદ્યોગના વિકાસ અને વહીવટી સરળીકરણ (ર્ચ્ીસ્ન્ફૂ ંશ્ ઝ઼ંજ્ઞ્િઁં ગ્્યસ્ન્જ્ઞ્ઁફૂસ્ન્સ્ન્)ના હિતમાં આ પ્રિ-ફબ્ઘ્ની અવધિ ૧ વર્ષથી વધારીને પ્રોજેક્ટની પૂર્ણતા સુધી લંબાવવામાં આવે તેવી અપીલ ચીફ સેક્રેટરીને કરવામાં આવી છે.