દેગામ મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ‘સમાવેશ શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, દેગામ ખાતે દિવ્યાંગ તથા શ્રવણબાધિત બાળકો માટે સમાવેશ – શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અદિતીબેન અંકિતભાઈ પટેલ, સભ્ય, જિલ્લા પંચાયત, વલસાડ ઉપસ્થિત રહ્ના હતાં. જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, તેમજ વિશેષ અતિથિ તરીકે ઍચ. ઍસ. કદમ, અમોલી ઓર્ગેનિક્સ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમમાં મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોહન દેવ, અમૃતભાઈ સોની, પ્યારેલાલ શર્મા, રમાકાંત યાદવ તથા ડૉ. ચિંતન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓઍ પ્રાર્થના નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસે સૌને ભાવવિભોર કરી દીધા હતા.
આ પ્રસંગે શાળામાં ૨૦ નવા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે તમામ નવા વિદ્યાર્થીઓને તિલક, પુષ્પ અને શુભેચ્છા સાથે શાળામાં પ્રવેશ અપાવી શાળા પ્રવેશ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
મહેમાનોઍ બાળકોને આશીર્વાદ પાઠવી શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા -ેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ ઍનાયત કરવામાં આવ્યા હતાં. મુખ્ય અતિથિ, વિશિષ્ટ અતિથિ અને વિશેષ અતિથિઍ પોતાના ઉદ્બોધનમાં દિવ્યાંગ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સમાજમાં સમાન તકો ઉપલબ્ધ કરાવવા સૌના સંયુક્ત પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે અમોલી ઓર્ગેનિક્સના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
