Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

દમણમાં વરસાદથી માછીવાડ વિસ્તારમાં પાણી ભરાયા

દમણમાં વરસાદથી માછીવાડ વિસ્તારમાં પાણી ભરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૧ ઃ વરસાદથી કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વાતાવરણ ખુશનુમા બન્યું. ચોમાસાના સક્રિય થયા પછી સતત વરસાદને કારણે ભેજ અને ગરમીથી રાહત મળી, જોકે સામાન્ય જનજીવન થોડા સમય માટે ખોરવાઈ ગયું. વરસાદ દરમિયાન દમણના માછીવાડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. માહિતી મળતાં જ મ્યુનિસિપલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મશીનોની મદદથી ઍકઠા થયેલા પાણીને સાફ કરીને વાહનવ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. દિવસભર વાદળછાયું આકાશ અને છૂટાછવાયા વરસાદને કારણે શહેરમાં વાતાવરણ ખુશનુમા રહ્નાં. ઠંડા પવન વચ્ચે લોકોઍ ગરમા ગરમ વડાપાંઉ અને ચાનો આનંદ માણ્યો. શહેરની ચા અને નાસ્તાની દુકાનોમાં સાંજે સારી ભીડ જોવા મળી, કારણ કે લોકોઍ ચોમાસાના આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો.