Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

નાનાપોઢામાં હાઈવે પર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ

નાનાપોઢામાં હાઈવે પર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ચીવલ, તા. ૩૦ ઃ નાનાપોંઢા તાલુકામાં છેલ્લા બે દિવસથી પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર થતાં ડાંગરની વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. અનેક ખેડૂતો ખેતરોમાં ઉતરી વાવણીની કામગીરીમાં જોડાયા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખેતીને નવી આશા મળી છે. વરસાદને કારણે સૂકા પડેલા ખેતરોમાં ફરી હરિયાળી છવાવાની આશા જાગી છે.
જોકે બીજી તરફ વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી દીધી છે. વરસાદ પડતાં જ ૮૪૮ નેશનલ હાઈવેના ચીવલ રોડ વિસ્તારમાં ફરી ઍકવાર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાવાને કારણે અનેક નાના-મોટા વાહનો ધીમી ગતિઍ પસાર થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ આ સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલાં ગટર અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય સફાઈ તેમજ ડ્રેનેજ વ્યવસ્થાની જાળવણી કરવામાં પૂરતી ગંભીરતા દાખવવામાં આવતી નથી. પરિણામે થોડો વરસાદ પડતા જ રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને અકસ્માતનું જોખમ પણ વધી જાય છે.
સ્થાનિકોઍ સંબંધિત વિભાગ સામે પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કરતાં સમગ્ર ડ્રેનેજ વ્યવસ્થાની સમીક્ષા કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક આયોજન અને જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠી છે.
ઍક તરફ મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ના છે, તો બીજી તરફ ૮૪૮ નેશનલ હાઈવે પર દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાઍ તંત્રની કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં હવે માત્ર કામચલાઉ નહીં પરંતુ કાયમી ઉકેલની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.