વાપીમાં જુની અદાવતે ચપ્પુ હુલાવનાર ચાર ઝડપાયા
- byDamanganga Times
- 30 June, 2026
વાપી, તા.૨૯ ઃ વાપીમાં ત્રણ દિવસ પૂર્વે ગીતાનગર જે-ટાઈપ રોડ પર જૂની અદાવતમાં પિયુષ ઉર્ફે લકી રાજેશ ગોંડ નામના યુવકને જે ટાઈપ રોડ પર રોકી વિશાલ પ્રજાપતિ ભીમ ગુા સુરજ પાસવાન તથા મેહરાજ મોહમ્મદ ખાન આ ચાર ઈસમોઍ મળી માર માર્યો હતો.
જે બાદ વિશાલ પ્રજાપતિ નામના ઇસમે પિયુષના પેટમાં ચપ્પુ હલાવી દીધું હતું ગંભીર રીતે ગવાયેલા પિયુષને વલસાડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી ફરિયાદ નોંધાવ્યા બાદ વાપી ટાઉન પોલીસે વિશાલ પ્રજાપતિ સહિત ચારે આરોપીની ધરપકડ કરી દીધા છે.
