વલસાડમાં મારામારી કરનારા બે યુવકો જેલભેગા
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ શહેરના જાહેરમાં મારામારી કરનારા બે યુવકો સામે પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વલસાડના રેલવે સ્ટેશન રોડ પર ગઈકાલે રાત્રે ઍક ચાની દુકાન બહાર બે યુવાનો વચ્ચે કોઈ કારણસર બોલાચાલી બાદ જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિઍ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો વાયરલ થતાં જ વલસાડ સિટી પોલીસ તુરંત સક્રિય થઈ હતી અને મામલાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મારામારી કરનારા બંને યુવકોને શોધી કાઢ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રેહાન યુનુશ મન્સુરી ૨૦ વર્ષ, રહે. ધોબીતળાવ, પડ્ઢિમ પાળ, વલસાડઅને સાહિલ અમ્રુદ્દિન કાઝી ૨૨ વર્ષ, રહે. બિલાલ મસ્જિદ, ધોબીતળાવ, વલસાડ સિટી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
