તિસ્કરી-તલાટનો વૃદ્ધ રીતે ગુમ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૯ ઃ ધરમપુર તાલુકાના તીસ્કરી-તલાટના હેટી ફળિયામાં રહેતા જીવણભાઈ ગાભણભાઈ ગાયકવાડ (ઉ.વ. ૬૭) તા. ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૬ વાગ્યે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા તેમના અંગે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.
આ બાબતે અશ્વિનભાઈ ફુલજીભાઈ ચૌધરીઍ ધરમપુર પોલીસ મથકે લેખિત જાણ કરતા પોલીસે ગુમ થયાની નોંધ નોંધી વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું છે કે ગુમ થયેલા વૃદ્ધ પાતળા બાંધાના, ઘઉંવર્ણના છે, આશરે ૫ ફૂટ ૫ ઇંચ ઊંચાઈ ધરાવે છે. તેઓઍ લીલા રંગનો શર્ટ, કથ્થાઈ રંગનું હાફ પેન્ટ પહેરેલું હતું તથા પગમાં ચંપલ કે જૂતાં પહેરેલા ન હતા. તેઓ ગુજરાતી ભાષા બોલી અને સમજી શકે છે. પોલીસે વૃદ્ધ અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરી છે.
