ચીખલીના દેગામની કંપની પાસે કર્મચારીને માર મારતા ચાર સામે ફરિયાદ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૯ ઃ ચીખલી તાલુકાના દેગામ ખાતે આવેલ વારી કંપનીમાં ફરજ બજાવતા ઍક કર્મચારીને અદાવત રાખીને ચાર જેટલા શખ્સોઍ કંપનીની બહાર કર્મચારીને માર મારતા સદર ઘટનાની ફરિયાદ ચીખલી પોલીસ મથકમાં નોંધાતા ચીખલી પોલીસે ચાર જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી નજીક દેગામ ખાતે આવેલ વારી કંપનીમાં ઍન્જિનિયર તરીકે કામ કરતા રાજેશ નારણ લાખાણી ઉ.વ.૩૦ રહે. દભાસ્ન્ સ્ટ્રીટ ચીખલી જેવો તારીખ ૨૫. ૬. ૨૬ ના રોજ રાત્રિના સમયે પોતાની ફરજ બજાવીને વારી કંપનીની બહાર મેઈન ગેટ પાસે નીકળી રહ્ના હતા તે દરમિયાન આ જ કંપનીમાં કામ કરતાં જૈનિસ પંકજ દેસાઈ જેના પુરા નામ સરનામાની ખબર નથી તેના દ્વારા રાજેશ લાખાણી ને ઢીક મૂકીનો માર મારવા લાગેલ દરમિયાન જૈનીશ દેસાઈ ના અન્ય ત્રણ મિત્રો ઍ પણ રાજેશ લાખાણીને માર મારતા સદર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયેલ હોય ત્યારે ઘટનાનું કારણ તા. ૨૪.૬.૨૬ ના રોજ વારી કંપનીમાંથી જૈનીશ દેસાઈને નોકરીમાંથી કાઢી મુકાતા જે બાબતની અદાવત રાખી હુમલો કરાયાનું પોલીસ દફતરે નોંધાવા પામ્યું છે પોલીસે જેનીશ દેસાઈ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
