Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

વલોટી ગ્રા.પં.ના સભ્ય વધુ સંતાનને લઈ સભ્યપદેથી દૂર કરાયા

વલોટી ગ્રા.પં.ના સભ્ય વધુ સંતાનને લઈ સભ્યપદેથી દૂર કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૨૯ ઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા વિકાસ અધિકારી  ચેતન દેસાઈ દ્વારા વલોટી ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૪ ના ચૂંટાયેલા સભ્ય રાજેશભાઈ અમૃતભાઈ રાઠોડને તેમના પદ પરથી તાત્કાલિક અસરે દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અરજદાર જમનાદાસ ગોપાળજી પટેલની રજૂઆત અને તપાસના આધારે પંચાયત દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન સભ્યને પોતાનો પક્ષ રાખવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવી હોવા છતાં,તેમની તરફથી કોઈ લેખિત રજૂઆત કે બચાવ કરવામાં આવ્યો ન હતો. કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ઍ છે કે સભ્ય રાજેશભાઈ રાઠોડને ત્યાં ૧૨/૦૮/૨૦૨૩ના રોજ ત્રીજા બાળકનો જન્મ થયો હતો. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૩૦(૧)(ત) અને કલમ ૩૨(૧,૨) ના કાયદાકીય નિયમો મુજબ નિયત સમયગાળા બાદ ત્રીજું સંતાન હોવા છતાં ગ્રામ પંચાયતને જાણ ન કરવા બદલ અને કાયદાના ઉલ્લંઘન બદલ તેઓ સભ્ય પદે ચાલુ રહેવા માટે ગેરલાયક ઠરે છે,જેના કારણે તેમનું સભ્ય પદ તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.