ધરમપુરમાં ‘આપ’નો ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૯ ઃ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની થોડા દિવસો અગાઉ થયેલી ધરપકડના વિરોધમાં સોમવારે ધરમપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ રેલી યોજાઈ હતી.
રેલીમાં તાલુકાના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, પ્રદેશ મંત્રી કમલેશભાઈ પટેલ, પક્ષના કાર્યકરો, આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા. ધરમપુરના ત્રણ દરવાજા ખાતેથી શરૂ થયેલી રેલી ઍસ.ઍમ. હાઈસ્કૂલ નજીક પહોંચતા પોલીસે કાર્યકરોને ડિટેઇન કરી આગળ વધતી અટકાવી હતી. આ દરમિયાન કાર્યકરોઍ ચૈતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી તેમની ધરપકડનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે પક્ષના આગેવાનોઍ ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગણી કરી હતી અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
