Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

રૂમલાની રમાબા છાત્રાલયમાં નોટબુક વિતરણ કરાઈ

રૂમલાની રમાબા છાત્રાલયમાં નોટબુક વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૯ ઃ   રાજકોટના ભાગવત કથાકારા દિવ્યાબેન સાધુઍ તેમની પારડી ખાતે ચાલી રહેલી ભાગવતકથાના અંતિમ દિને પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીની મુલાકાતે પધારી પ્રગટેશ્વર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
 આ શુભ અવસરે  રૂમલાના મગનભાઈ દ્વારા રમાબા કન્યા છાત્રાલયની છાત્રાઓને સ્ટેશનરીનું વિતરણ કરી મગનભાઈઍ મનગમતા વિષય પસંદ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવા જણાવ્યું હતું.   યજ્ઞપુરુષ ધર્માંચાર્ય પરભુદાદાઍ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ અતિપવિત્ર અનોખી ત્રિવિધ યુતિવાળો છે. આ દિવસે કરેલા કર્મનું અનેકગણું ફળ મળતુ હોય, દાન આપવાનો ઘણો મહિમાવંત દિન છે.
અતિથિ ભાગવત કથાકાર દિવ્યાબેન સાધુઍ જણાવ્યું હતું કે, સમાજના હિતમાં સેવા કાર્યો સાચા સંત જ કરી શકે, જે આદિવાસી વિસ્તારમાં પૂ. પરભુદાદા કરી રહ્ના છે. સનાતન ધર્મની ગંગાજીનો ઘર ઘર સુધી પ્રવાહ ફેલાવી રહ્ના છે. દરેક કાર્યોમાં પૂ. રમાબાનો સંગ હોય,  તેઓ નિંસ્વાર્થભાવે અવિરત સેવાકાર્યો કરી રહ્ના છે. જેનો આ જગતમાં કોઈ સ્વીકાર કરે ના કરે પણ મહાદેવ તો સ્વીકારે જ છે.
 પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરી સેવાકાર્યોમાં સહયોગી દરેકનો આભાર વ્યક્ત કરી દિવ્યાજીનો વિશેષ આભાર માન્યો હતો. શિવ પરિવાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવ્યાબેન ના  દર્શન શ્રવણથી લાભાન્વિત થયા હતાં.