મનરેગાના શ્રમિકો માટે કામના દિવસો વધારવા જોઇઍઃ ધારાસભ્ય
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૨૯ ઃ મનરેગાના શ્રમિકો કાળઝાળ ગરમીના ડિસેલ્ટીંગના કામો કરી રહ્ના છે. તેમના પ્રશ્નો સાંભળવા કામના સ્થળે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ રૂપવેલ અને ચઢાવ ગામે પહોંચ્યા હતા. સરપંચ નિતેશ કુનબી સાથે સંવાદ કર્યો હતો. શ્રમિકોની મુખ્ય માંગણી હતી કે વેતનમાં વધારો કરવામાં આવે, કામના દિવસો વધારવામાં આવે અને કામોમાં કોઢારાનું કામ, જમીન લેવલિંગનું કામ, ખેત તલાવડીનું કામ, માટી મેટલના રોડ- રસ્તાનું કામ અને શ્રમિકોને કામકાજના સાધનો પાવડા- તગારા, ત્રિકમો આપવામાં આવે ઍવી માંગણી કરવામાં આવી હતી. ઉપસ્થિત વાંસદા - ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાયો છે. ઍવા સંજોગોમાં કામના દિવસો વધારવા જોઈઍ. શ્રમિકોને ઓજારો પણ આપવા જોઈઍ અને શ્રમિકોનું વેતન વધારવું જોઈઍ. આ બધી માંગણી ન સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન કરીશું. આ સંવાદમાં સરપંચ નિતેશ કુનબી, પ્રકાશભાઈ, ઈશ્વરભાઈ, ઠાકોરભાઈ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.
