દેગામ ગૃપ સેવા સહકારી મંડળીની ૧૨૦મી વાર્ષિક સાધારણ સભા મળી
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૯ ઃ ચીખલી તાલુકાનાં દેગામ ગામ ખાતે આવેલી ‘દેગામ ગૃપ સેવા સહકારી મંડળી લિ.’ની ૧૨૦મી વાર્ષિક સાધારણ સભામાં ઍજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
દેગામ ગૃપ સેવા સહકારી મંડળી લિ. દેગામ અને સુંથવાડ ગામની ૧૨૦મી વાર્ષિક સાધારણ સભા દેગામ ખાતે આવેલ પ્રજાપતિ સદન માં મંડળીના પ્રમુખ પરિમલભાઈ દેસાઈ, ઉપ-પ્રમુખ જ્યોત્શનાબેન પટેલ, માનદ્દમંત્રી અશોકકુમાર ગાંધી તેમજ ડિરેક્ટરઓ અને સભાસદોની અને આમંત્રિત સભ્ય કિશોરભાઈ હરીભાઈ પટેલ (વલસાડ જિલ્લા સહકારી બેંક ડિરેક્ટર), તાલુકા ખેતી નિયામક ચીખલી, આનંદભાઈ અરવિંદભાઈ ભટ્ટ ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં ઍજન્ડાના કામો મંડળીના મેનેજર ઍરિક ગાંધીઍ રજૂ કર્યા હતાં. જે તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતાં.
મંડળીના સભાસદોની સંખ્યા ૯૧૬ થઈ છે અને શેરભંડોર રૂ.૪,૩૦,૧૬૦/- થયેલ છે. આ સાથે-સાથે આ મંડળીના શતાબ્દી વર્ષે થયેલ જાહેરાત મુજબ આ વર્ષે મંડળીના સભાસદોને તેમજ મંડળીમાંથી વેચાણ થતી અંબુજા સિમેન્ટ,રસાયણિક ખાતરની ગુણીનું સૌથી વધુ ખાતર ખરીદનાર તેમજ સૌથી વધુ ડાંગર પુલીંગ કરનારને પ્રોત્સાહન ઈનામની જાહેરાત કરી ઈનામો આપવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ મંડળીના મેનેજર ઍરિક ગાંધીઍ સભા દરમ્યાન જરૂરપૂર્વકની માહિતી આપી હતી અને વધુ સારી સેવા આપવા,તથા સભાસદો તરફથી વધુ સારા સહકારની અપેક્ષા રાખી, સભા સમાપન કરી હતી.
