Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

ભીમપોર ગ્રા.પં. દ્વારા ૩૮૦ વૃક્ષોનું વાવેતર કરાયું

ભીમપોર ગ્રા.પં. દ્વારા ૩૮૦ વૃક્ષોનું વાવેતર કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૯ ઃ ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ ઉદય પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા ઍક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણની દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્ના છે. આ જ ક્રમમાં આજે મોટી વાંકડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, આ અભિયાનના પ્રથમ તબક્કામાં ૧ જૂન, ૨૦૨૬ના રોજ ૨૮૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ સાથે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધીમાં કુલ ૩૮૦ વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર તેમજ તેના યોગ્ય સંરક્ષણ અને જાળવણીનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય  મોક્ષિકાબેન, ઉપસરપંચ નૂતનબેન, પંચાયત સભ્ય  જીગરભાઈ, ચિરાગભાઈ,  દીપકભાઈ, સુરેખાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ, યુવાનો અને સ્વયંસેવકો હાજર રહ્ના હતા. સૌઍ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને અભિયાનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.