વાપીની સમર્પણ જ્ઞાન સ્કૂલમાં સ્ટુડન્ટ કાઉન્સિલ માટે મતદાન યોજાયું
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ રાતા ખાતે આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલમાં હાઉસ કેપ્ટન, હાઉસ વાઇસ કેપ્ટન, સ્કૂલ હેડ બોય તથા સ્કૂલ હેડ ગર્લ, ડીસીપ્લીન સેક્રેટરી, સ્પોર્ટ્સસેક્રેટરી, કલ્ચરલસેક્રેટરીઅને લીટરેચરસેક્રેટરીની નિમણૂક માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ચૂંટણીમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ધોરણ ૧થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનમાં ભાગ લીધો હતો. મતદાન પૂર્વે ઉમેદવારોઍ ઍક અઠવાડિયા સુધી -ાર્થના સભા દરમિયાન તેમજ વિવિધ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે પ્રચાર (કેમ્પેઇન) કર્યો હતો. આ દરમિયાન તેમણે પોતાનો પરિચય આપવાની સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના હિતમાં હાથ ધરાનાર કાર્યો, શાળાના વિકાસ માટેના વિચારો,શાળા પરિસરમાં શાંતિ, શિસ્ત અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટેના પ્રયાસો તેમજ પોતાના હાઉસને શ્રેષ્ઠ બનાવવા માટેની કાર્યયોજનાની રજૂઆત કરી વિદ્યાર્થીઓને પોતાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
મતદાન પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને લોકશાહી વ્યવસ્થા, મતાધિકારનું મહત્વ અને જવાબદાર નેતૃત્વ અંગે વ્યવહારિક સમજ આપવાનો હતો. સમગ્ર મતદાન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ ઉપરાંત સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મૂકેશ પટેલ, ચેરપર્સનલાયન હીના પટેલ, આચાર્યા લાયનપાર્વતી પિથાની તથા શિક્ષકગણ જોડાયા હતા. આ સમગ્ર આયોજન શાળાના મેનજમેન્ટઅને આચાર્યાશ્રીનાંમાર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
