પારડીની ઍન.કે. દેસાઈ કોલેજમાં ઈન્ટરકલાસ વોલીબોલ ટૂર્ના. રમાઈ
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૯ ઃ ધી પારડી ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત, ઍન. કે. દેસાઈ સાયન્સ ઍન્ડ કોમર્સ કૉલેજ પારડીના કેમ્પસમાં ઇન્ટરક્લાસ વૉલીબૉલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન વિનય ઠાકોર અને ભાર્ગવ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં કૉલેજની કુલ ૬ ટીમોઍ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ઍમ. ઍસ. સી ૨ અને ટી. વાય. બી. ઍસ. સી. વચ્ચે રમાઈ હતી જેમાં રસાકસી સાથે ઍમ. ઍસ. સી. ફાઈનલ યર વિજેતા બની હતી ધ પારડી ઍજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓઍ આ સફળ આયોજન બદલ કૉલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા રોમાંચક ફાઈનલ મેચ બાદ વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
