વાપી મનપા વિસ્તારમાં ૩૬,૦૧૯૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ૩૬૦૧૯૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી પોલિયો નાબૂતી માટે ની ૮૧.૫૦ ટકા કામગીરી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં બાકી રહેલા બાળકોને પણ પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. વાપી મહાનગર પાલિકા હદવિસ્તાર માં આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશમાં પાંચ વર્ષ સુધીના બાળકોને બે ટીપાં ખુલ્યો પીવડાવવામાં આવી રહ્ના છે જે અંતર્ગત વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મનપાના મેયર દક્ષાબેન પટેલ ડેપ્યુટી મેયર મિતેશભાઇ દેસાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ તેમજ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને ભાજપના કોપરેટરો તેમજ વાપીના અગ્રણીઓ દ્વારા વાપી પંથકમાં રહેતા પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાની કામગીરીમાં જોડાયા હતા. આ દરમિયાન આજે વાપીમાં ૧૭૮ બુથ ઉપર કુલ ૪૪,૪૦૬ બાળકો પૈકી ના ૩૬૧૯૩ બાળકોને પોલીયોના બે ટીપા આરોગ્ય વિભાગની ટીમ ના કર્મચારી દ્વારા પીવડાવવામાં આવ્યા હતા જોકે બાકી રહી ગયેલા બાળકોને પણ આગામી દિવસોમાં પોલિયોના ટીપા પીવડાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે જોકે ભારત દેશ પોલિયો મુક્ત દેશ થઈ ગયો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂતી ન થયો હોવાની શક્યતાને લઈ ફરી પોલિયોના રોગ ભારત દેશમાં ન ફેલાય જેને લઇ આપણા દેશમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.
