Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ કોમર્સ કોલેજના ૭૦ ઍનસીસી કેડેટઍ રાજપીપળાના કેમ્પમાં ભાગ લીધો

વલસાડ કોમર્સ કોલેજના ૭૦ ઍનસીસી કેડેટઍ રાજપીપળાના કેમ્પમાં ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ગુજરાત ઍન.સી.સી. લીડરશીપ ઍકેડમી જીતનગર, રાજપીપળા માં  તા.૧૭/૦૬/૨૦૨૬થી ૨૬/૦૬/૨૦૨૬ દરમ્યાન ૨૦ ગુજરાત બટાલિયન દ્વારા ૨૦૪ કમ્બાન્ડિંગ ઍનુઅલ ટ્રેનિંગ કેમ્પ(ઘ્ખ્વ્ઘ્)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ શાહ ઍન ઍચ કોમર્સ કોલેજ, વલસાડના ઍન સી સી કંપનીના બીજા વર્ષના ૩૬ અને ત્રીજા વર્ષના ૩૪ કુલ ૭૦ ઍન સી સી કેડેટ ભાગ લીધો હતો. કેમ્પ દરમ્યાન રેગ્યુલર આર્મી જીવનશૈલી, હથિયાર તાલીમ, મેપ રીડિંગ, લડાઇ યોજના, ફાયરિંગની તાલીમ આપવામાં આવી હતી. કેમ્પમાં વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યુ હતું. કોમર્સ કોલેજના કેડેટ  ઉત્સાહથી બધી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.ગ્રુપ ડાન્સ સ્પર્ધા - પ્રથમ ક્રમે નાટક સ્પર્ધા - પ્રથમ ક્રમે ફાયરિંગ સ્પર્ધા - રોશની રોહિત પ્રથમ ક્રમે, હર્ષ પટેલ - બીજા ક્રમે રીલ મેકિંગ સ્પર્ધા - વત્સલ પટેલ,નિધિ કદાવલા, રત્નેશ પાલ -થમ ક્રમે, રાજલ જોશી - ત્રીજા ક્રમે સોલો ડાન્સ સ્પર્ધા - અંજલિ રાઠોડ - બીજા ક્રમે સોલો સિગિંગ સ્પર્ધા - ક્રિષા પટેલ - બીજા ક્રમે દોડ સ્પર્ધા - કૃણાલ ગામીત - બીજા ક્રમે પેઇન્ટિંગ સ્પર્ધા - સોહમ દેસાઈ - ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. તમામ ઍનસીસી કેડેટ ૨૨ રાયફલથી ફાયરિંગ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો .ઍનસીસી ઓફિસર કેપ્ટન મુકેશભાઈ પટેલ કેડેટ સાથે કેમ્પમાં ૧૦ દિવસ સાથે રહી કેડેટને માર્ગદર્શન આપ્યુ હતું. કેમ્પ ઍડુજન્ટ તરીકે ફરજ બજાવી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય વિજયભાઈ ચાંપાનેરી તમામ ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતાં.