Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડમાં કલાધર કથક સાધના કેન્દ્ર દ્વારા ‘અનુભુતિ’ કાર્યક્રમ સંપન્ન

વલસાડમાં કલાધર કથક સાધના કેન્દ્ર દ્વારા ‘અનુભુતિ’ કાર્યક્રમ સંપન્ન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડમાં  ઝરણા બેન દિક્ષીત સંચાલિત કલાધર કથક સાધના કેન્દ્ર, વલસાડ દ્વારા નૃત્ય શાળાનું વાર્ષિક પ્રવૃત્તિ કાર્યક્રમ અનુભુતિ વલસાડના  મધુસ્મૃતિ ઓડિટોરીયમમાં યોજાયો હતો. કાયૅક્રમમાં હિમાલીબેન (જીલ્લા સંસ્કૃતિક અને રમતગમત વિભાગના મુખ્ય અધિકારી) ,  અલ્પાબેન (પ્રિન્સિપાલ શેઠ જી. ઍચ.ઍન.જે. હાઈસ્કૂલ),  ચારુશિલાબેન (સ્પંદન સંસ્થા વાપીના પ્રમુખ) સાથે હિતેશભાઈ ભટ્ટ (સ્પંદન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી) આ મહેમાનો ઍ આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં સંસ્થાની વિદ્યાર્થીનીઓઍ અનેક સુંદર અને કલાત્મક કથક નૃત્ય કૃતિઓ રજૂ કરી હતી. જેને પ્રેક્ષકોઍ ખૂબ સરાહના આપી. ઉપરાંત ડો. ઝરણાબેન દિક્ષીત દ્વારા વિશેષ રૂપે પં. બિન્દાદીન મહારાજજી દ્વારા રચાયેલ અષ્ટપદિની રજૂઆત કરવામાં આવી, જેના દ્રશ્યો જોઈ પ્રેક્ષકો ભાવ વિભોર થઈ ગયા હતા. આ પ્રસંગે ૫ વર્ષની નાની બાળકીથી લઈને ૫૦ વર્ષની વિદ્યાર્થિનીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સૌઍ ભારતીય સંસ્કૃતિ અને નૃત્ય પરંપરાનું સુંદર પ્રતિબિંબ રજૂ કર્યું હતું.