વલસાડ ઍપીઍમસીના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ કૃષિ ઉપજ બજાર સમિતિ (ઍપીઍમસી)માં પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે ભરતભાઈ ગાંડાભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે અશ્વિનભાઈ જીતેન્દ્રભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ઍપીઍમસી કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ અને ઉપ-મુખ પદ માટે ઍક-ઍક ઉમેદવારી ફોર્મ પ્રા થતાં બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતાં. ચૂંટણી અધિકારી તરીકે નવસારી જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલઍ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને પરિણામ જાહેર કર્યું હતું. નવી ટીમની વરણી થતાં સભ્યો અને શુભેચ્છકો દ્વારા બંને હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
