Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

સેગવી સર્વોદય હાઈ.માં શાળા પ્રવેશોત્સવ યોજાયો

સેગવી સર્વોદય હાઈ.માં શાળા પ્રવેશોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ તાલુકાના સેગવી ગામે આવેલી  સર્વોદય હાઇસ્કૂલ, સેગવીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. કાર્યક્રમ ના અધ્યક્ષ ભીમસિંહ વી. રાઠવા (નાયબ સચિવ, નર્મદા જળ સ્ત્રોત અને પાણી પુરવઠા)ની ગરિમામય ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો. જેમાં બીટ નિરીક્ષક હરેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી અક્ષયભાઈ આહીર હાજર રહ્ના હતાં. તેમજ સેગવી ગ્રામ પંચાયતના સરપંચ મુકુંદભાઈ પટેલ, સેગવી વિભાગ કેળવણી મંડળના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, વાલી મંડળના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. શાળાને રાષ્ટ્રીય કક્ષાઍ ગૌરવ અપાવનાર શિક્ષક  દિગ્પાલસિંહ રાઠોડનું સન્માન કરવામાં આવ્યુ હતું.
ધોરણ ૧૧ની વિદ્યાર્થીની વિદ્યા નિજાપે વ્યસનમુક્તિ વિષય ઉપર વક્તવ્ય રજૂ કર્યુ અને  ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધારશી પટેલે શાળા જીવનના સંસ્મરણો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો કહી હતી. મુખ્ય મહેમાન ભીમસિંહ વી. રાઠવાઍ પ્રેરણાત્મક ઉદ્દબોધન કર્યુ  તેમજ માર્ગ સલામતી માટે સંકલ્પ કરવામાં આવ્યો. શાળની વિદ્યાર્થીની નિઝિ ટંડેલે આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગીતના સમૂહ ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માહી પટેલ અને વેદ માંગેલા દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યુ હતું. બાદ મા ભીમસિંહ વી. રાઠવાઍ  મંડળના હોદ્દેદારો, શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે મિટિંગ કરી વાર્તાલાપ કરવામાં આવ્યો. મહેમાનો  દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ અને શાળાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આચાર્યાશ્રી ઉન્નતિ દેસાઈઍ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.