Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વાપી કેબીઍસ કોલેજમાં યોગ દિવસ ઉજવાયો

વાપી કેબીઍસ કોલેજમાં યોગ દિવસ ઉજવાયો


વાપી, તા. ૨૮ ઃ અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમરીયા ઍન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં ઍન.ઍસ.ઍસ. યુનિટ અને શારીરિક શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે  સ્વસ્થ જીવન માટે યોગાઙ્ખ ના થીમ સાથે ૧૨ માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ત્રણ દિવસ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઍન.ઍસ.ઍસ. યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ અને શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ યોગા દિવસનો સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણે યોગ શિક્ષક, કાર્યક્રમના સંચાલક, યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવાની આહવાન આપી સ્વસ્થ જીવન જીવવાની શુભેચ્છા પાઠવી હતી.