Damanganga Times.

Damanganga Times.

June 28, 2026

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને લઘુઉદ્યોગની ટીમે લંડનના ઉદ્યોગપતિઅો સાથે ચર્ચા વિચારણ કરી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને લઘુઉદ્યોગની ટીમે લંડનના ઉદ્યોગપતિઅો સાથે ચર્ચા વિચારણ કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ઃ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને લઘુ ઉદ્યોગના પ્રતિનિધિ મંડળે યુકેમાં વીક ૨૦૨૬ દરમિયાન યુકે ઇન્ડિયા ની બેઠકમાં ભાગ લીધો હતો અને લઘુ ઉદ્યોગ ને કેવી રીતે આગળ લાવવો તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના નાણામંત્રી અને વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તેમજ લઘુ ઉદ્યોગના મેહુલભાઈ પટેલના પ્રતિનિધિ મંડળે ગત અઠવાડિયે લંડનમાં યુકે-ઇન્ડિયા વીક ૨૦૨૬ દરમિયાન લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરવામાં આવી આ દરમિયાન  પ્લ્પ્ચ્ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, નિકાસની તકોનો વિસ્તાર કરવા અને ભારત-યુકે આર્થિક સહયોગ માટે નવા માર્ગો શોધવા પર કેન્દ્રિત હતી. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જણાવાયું હતું કે, નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતનો નાણાકીય આધાર ખૂબ જ મજબૂત રહ્ના છે. કોવિડ સમયગાળા દરમિયાન, અન્ય તમામ રાજ્યો નાણાંની શોધમાં હતા. ગુજરાત તેના ઞ્ઝ઼ભ્ ના ૨૭ ટકા સુધી ઉધાર લઈ શકે છે, પરંતુ આપણે ફક્ત ૧૩ ટકાનો ઉપયોગ કર્યો છે, જે દર્શાવે છે કે ગુજરાત કેટલું આર્થિક રીતે મજબૂત છે. આપણા બધા સેવા ક્ષેત્રો ખૂબ સારું પ્રદર્શન કરી રહ્ના છે. જ્યારે કોઈ ગુજરાતમાં સરકાર છેલ્લા ૨૫ વર્ષથી સતત ચાલી રહી છે. તે રાજ્યમાં પ્રગતિના અને સુચારું સંચાલન નો સંદેશ પણ આપે છે.