વાપીમાં હજુ પણ ૧૫૦ જર્જરીત મકાનોનો ભય
- byDamanganga Times
- 29 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જર્જરિત મકાન તૂટી પડવાની કોઈ જાનહાનિ ન થાય તે માટે મનપાઍ સરવે કર્યો હતો. આ સરવેમાં તમામ ૧૩ વોર્ડમાં કુલ ૧૬૮ જેટલા મકાનો જર્જરિત અવસ્થામાં હોવાનું બહાર આવતા મનપાઍ પ્રથમ તબક્કામાં તમામ જમીન માલિકોને જર્જરિત મકાન ખાલી કરી કાટમાળનો નિકાલ કરવાની નોટિસ આપવામાં આવી હતી આ નોટિશ બાદ ૧૬૮માંથી ૧૮ મકાનના કાટમાળાને હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે ૧૦ થી વધુ મકાનોની રિપેર કામ પૂર્ણ થયું છે. પરંતુ હજુ પણ ૧૫૦ જેટલા મકાનો જાખમી જર્જરિત મકાનો ન હટાવે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે પાછલા વર્ષોમાં પાલિકાની નોટિશ બાદ પણ જમીન માલિકો મકાનોને હટાવતાં જર્જરિત ન હતાં. નોટિશ માત્ર કાગળ પર રહી જતી હતી, આ વખતે મનપા તંત્ર ઍકશનમાં આવ્યું છે.
કેટલીક જોખમી થઈ ગયેલી બિલ્ડીંગો અને જુના મકાનો મા માલિકી હક ધરાવનાર મૂળ માલિકો અને ભાડુત વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસના વિવાદોને લઈ કામગીરી થતી નથી.
જેને લઇ ચોમાસા દરમિયાન આવા ૧૫૦ મકાનોમાં મોટી દુર્ઘટના થવાની પણ શક્યતા છે. જે અંગે તાત્કાલિક મનપા દ્વારા ઍક્શન લઈ કાર્યવાહી કરવાની જરૂર છે.
