અટકપારડીની પરણિતને માનસિક ત્રાસ કેસમાં સાસરિયા નિર્દોષ
- byDamanganga Times
- 29 June, 2026
વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ નજીક ધરમપુર ચોકડી પાસે આવેલ અટકપારડી ગામના ડો.ભાવિનીબેન બુધાભાઈ પટેલ સાથે લગન્ થયા હતાં. તેમના દાંપત્ય જીવનમાં ગૃહ કલેશ થતાં ફરિયાદી ડો. ભાવિની પટેલે તા.૨૦/૦૨/૨૦૨૩ના રોજ ધરમપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ તેમના સાસરિયા વિરૂદ્ધ નોîધાવી હતી અને માનસિક ત્રાસ આપતાં હોવાનું તેમજ દહેજમાં કાર તથા ડાઇનિંગ ટેબલ નહીં લાવી હોવાનું જણાવી તેમજ ફરિયાદીના પિતાઍ ગાડી લાવવા માટે પાંચ લાખ રૂપિયા આપવા છતાં સાસરીયાઓઍ મહેણાં ટોણા મારી, ફરિયાદી પાસે ઘરકામ પણ કરાવડાવી, શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં કરતા તપાસ હાથ ધરી હતી.
આ અંગેનો કેસ ધરમપુરની કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં લઇ ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ જતા નામદાર કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પારુલ રાજપાલ ધનખરઍ તમામ આરોપીઓમાં ડો. કિંજલભાઈ પટેલ, તેમના પિતા અમૃતભાઈ પટેલ, માતા યુલતાબેન પટેલ અને બેન રોશનીબેન પટેલને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
