Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડમાં જમીન વિવાદમાં વૃધ્ધ સહિત બે પર પાડોશીનો હુમલો

વલસાડમાં જમીન વિવાદમાં વૃધ્ધ સહિત બે પર પાડોશીનો હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૮ ઃ વલસાડના સિવિલ રોડ રહેતા ઍક વૃદ્ધ અને તેમના ભાઈ પર જમીન વિવાદમાં પાડોશીઓ દ્વારા હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ મથકે બે સામે ગુનો નોંધાયો છે.

વલસાડના સિવિલ રોડ પર રહેતા ૬૯ વર્ષીય સુરેશભાઈ ઠોકરભાઈ પટેલે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તે ગત તા.૧૮/૦૬/૨૦૨૬ના રોજ સાંજ તેઓ તેમના નાના ભાઈ કિરણભાઈ સાથે માલિકીની જમીનમાં વાડ  બનાવવા માટે ખાડો ખોદી રહ્ના હતાં. ત્યારે ભાવનાબેન ભરતભાઈ પટેલ તથા કેવલભાઈ ભરતભાઈ પટેલ ત્યાં આવી પૂછ્યા વગર જ તમે ખાડો કેમ ખોદો છો કહી ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો. સુરેશભાઈ તથા તેમના ભાઈ કિરણભાઈ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. બંને ભાઈઓને ઢીકમુક્કીનો  માર માર્યો હતો. આ દરમિયાન સુરેશભાઈના અન્ય ઍકભાઈ નીતિનભાઈ પણ વચ્ચે બચાવવા પડતા તેમની સાથે પણ બોલાચાલી કરી હતી. ભોગ બનનાર   સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે અંગે વલસાડ સીટી પોલીસમાં  સુરેશભાઈઍ વલસાડ પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન અને કેવલભાઈ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.