Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

રૂમલામાં કુવામાં પડેલ દીપડીના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું

રૂમલામાં કુવામાં પડેલ દીપડીના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું


ચીખલી, તા.૨૮ ઃ ચીખલી તાલુકાના રૂમલા ગામના મોહપાડા ફળિયા ખાતે રમેશભાઈ ડાહ્નાભાઈ પટેલની આંબાવાડીમાં આવેલ કુવામાં દીપડીનું બચ્ચું પડતા જેની જાણ ચીખલી વન વિભાગને કરાતા ચીખલી વન વિભાગનો સ્ટાફ સવારના સમયે ઘટના સ્થળે ધસી જઈ દીપડીને કૂવામાંથી રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવી છે. કુવામાં પડેલ દીપડીનું બચ્ચું આશરે ઍક વર્ષનું છે. જેને પાંજરે પૂરી ચીખલી રેન્જ કચેરી કે લાવી વેટરનરી ડોક્ટર પાસે તપાસ કરાવી ફરીથી જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.