Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડમાં ૫.૯૭ લાખના સોનાના દાગીના ચોરાયા

વલસાડમાં ૫.૯૭ લાખના સોનાના દાગીના ચોરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડની પોશ ગણાતી પાલીહીલ સોસાયટીમાં આવેલા ઍક મકાનમાંથી દિવસદહાડે આશરે ૫.૯૭ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં અદાણી પોર્ટ ઍન્ડ લોજિસ્ટિક્સ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેશ વિનોદકુમાર આર્યઍ આ અંગે વલસાડ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ આર્યનો પરિવાર ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ વલસાડના નિથલ રોડ પર આવેલી પાલીહીલ સોસાયટીમાં રહેતા તેમના સસરા કિશોરકુમાર દેવજીભાઈ મહેતાના ઘરે આવ્યો હતો. પરિવાર તેમના સાળા જીગર મહેતાના સગાઈ -સંગમાં હાજરી આપવા માટે વલસાડ આવ્યો હતો અને ત્યાંથી તેઓ વાપી જવાના હતા. સવારે તૈયાર થતી વખતે દાગીના ભરેલું બોક્સ ગાયબ થયું ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૦૯ૅં૦૦ થી ૦૯ૅં૩૦ વાગે  પરિવારના સભ્યો વાપી જવા માટે ઉતાવળમાં તૈયાર થઈ રહ્ના હતા. આ દરમિયાન -થમ માળે આવેલા બેડરૂમમાં રાખેલી બેગમાંથી સોનાના દાગીના ભરેલું ઍક  જ્વેલરી બોક્સ ગાયબ જણાતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ઘરમાંથી  સોનાનો હાર અને ઈયરીંગનો સેટ સોનાના કંગન,  કાનની નાની બુટ્ટી?કુલ વજન આશરે ૧૬૩ ગ્રામ  ?અંદાજિત કિંમત ૫,૯૭,૫૬૪ રૂપિયાની મતાની ચોરી થવાની ઘટના બનતા વલસાડમાં પોલીસ   ફરિયાદ નોંધાવી છે.