Damanganga Times.

Damanganga Times.

June 28, 2026

વાપીમાં ડીવાયઍસપીની ટ્રાફિક નિયમોના કડક અમલ માટે સૂચના

વાપીમાં ડીવાયઍસપીની ટ્રાફિક નિયમોના કડક અમલ માટે સૂચના


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ નાયબ પોલીસ અધિક્ષક બી.ઍન. દવે દ્વારા વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ તેમજ હોમગાર્ડના સભ્યોનો રોલકોલ લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ફરજ પરના તમામ કર્મચારીઓને ટ્રાફિક પોઇન્ટ પર સમયસર હાજર રહી  નિયમન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન તેમણે આડેધડ ર્પાકિંગ, રોંગ સાઈડમાં વાહન હંકારી રહેલા ચાલકો, ઓવર સ્પીડ, નંબર પ્લેટ વગરના વાહનો, ત્રણ સવારી તેમજ ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. બી.ઍન. દવેઍ ટ્રાફિક જંકશનો પર સરળ અને સલામત ટ્રાફિક વ્યવસ્થા માટે જરૂરી ડાયવર્ઝન, નો ર્પાકિંગ અને સ્પીડના સાઇનબોર્ડ, ટ્રાફિક સિગ્નલ, બેરિકેટિંગ, ઝેબ્રા ક્રોસિંગ, ફૂટ ઓવર બ્રિજ તથા વન-વે જેવી સુવિધાઓ ઉભી કરવા માટે વાપી મહાનગરપાલિકા, વાપી નોટિફાઇડ ઍરિયા તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી સાથે સંકલન કરી વધુમાં વધુ -યાસો કરવા ટ્રાફિક પીઆઈ  કાનાણી મેડમ ને સૂચના આપી હતી. અંતે ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના સભ્યોને અસરકારક ટ્રાફિક નિયમન, જનતા સાથે સૌજન્યપૂર્ણ વર્તન અને માર્ગ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું