Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

ચીખલીના ફડવેલમાં વૃધ્ધને કરંટ લાગતા મોત

ચીખલીના ફડવેલમાં વૃધ્ધને કરંટ લાગતા મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૨૮ ઃ ચીખલી તાલુકાના ફડવેલ ગામે ઍક વૃદ્ધને ઈલેક્ટ્રીક કરંટ લાગતા મોત નીપજ્યું હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધવા પામ્યો છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ફડવેલ ગામના બેડીયા ફળિયા ખાતે રહેતા ઉત્તમભાઈ ભીમાભાઇ પટેલ ઉ.વ.૫૬ જે સવારના સમયે ઘરે નાહીને પોતે તેઓના કપડા પેજારીના ભાગે સુકવવા માટે બાંધેલ તાર પર કપડા સુકવવા જતાં તાર પકડી લેતા આ તારમાં લોખંડની ઍંગલ સાથે ઈલેક્ટ્રીક લાઈટના વાયર વડે બલ્બ ટીંગાડેલ હોય જે વાયર છોલાઈ જઈ લોખંડની ઍંગલ સાથે મળી જવાથી ઍંગલ સાથે બાંધેલ તારમાં કરંટ પસાર થવાથી ઉત્તમભાઈ પટેલને ડાબા હાથમાં કરંટ લાગતા નીચે પડી જતાં જેને ૧૦૮ની સુવિધા મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.