Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

ધરમપુરમાં પુસ્તકોની કિટનં વિતરણ

ધરમપુરમાં પુસ્તકોની કિટનં વિતરણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સંસ્કાર પાઠશાળા અંતર્ગત વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાન્ય જ્ઞાનના પુસ્તકોની કિટનું વિતરણ ઍન.સી.પી. જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પાડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. કિટમાં ભારતનું સંવિધાન, શ્રીમદ ભગવદ ગીતા, શ્રી રામચરિતમાનસ, બાળસંસ્કાર પુસ્તિકા, પ્રાચીન વાર્તાઓ, વીર બાળકોના પુસ્તકો, સ્પોકન ઈંગ્લિશ, જનરલ નોલેજ તેમજ સ્થાનિક સંસ્કૃતિ અને વારસા અંગેના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ મોબાઇલ અને કોમ્પ્યુટરના આધુનિક યુગમાં નવી પેઢીમાં વાંચનની સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને સ્થાનિક વારસાનું જતન થાય તેમજ શાળાઓમાં બાળકોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણનો વિકાસ થાય તેવો છે. આ પ્રસંગે સામાજિક આગેવાનો હિરેનભાઈ પટેલ, કિશોરભાઈ નાયકા, લક્ષ્મણભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, સુનિલભાઈ માહતુ, જીગ્નેશ્વરીબેન, નીતાબેન, દિયાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતાં.