ખારવેલમાં જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણીમાં ઍકતા પેનલનો વિજય
- byDamanganga Times
- 29 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૮ ઃ ધરમપુરના ખારવેલ બી.આર.સી. ભવન ખાતે શનિવારે યોજાયેલી વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ઍકતા પેનલે વિજય મેળવ્યો હતો. પ્રમુખપદે જયેશભાઈ કે. ગરાસિયા તથા ઉપપ્રમુખપદે રતિલાલભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતાં.
પ્રમુખપદની ચૂંટણીમાં જયેશભાઈ કે. ગરાસિયાઍ હરીફ ઉમેદવાર બિપિન પટેલ સામે ૨૫ મતની સરસાઈથી જીત મેળવી હતી. તેમને ૫૩૮ મત, જ્યારે બિપિન પટેલને ૫૧૩ મત મળ્યા હતાં. ઉપપ્રમુખપદે રતિલાલભાઈ પટેલ વિજેતા બન્યા હતાં. ચૂંટણીમાં કુલ ૧,૦૭૯ ડેલીગેટ શિક્ષકો પૈકી ૧,૦૫૨ શિક્ષકોઍ મતદાન કર્યું હતું, જે નોંધપાત્ર મતદાન રહ્નાં હતું. વિજય બાદ જયેશભાઈ ગરાસિયાઍ શિક્ષકોનો આભાર વ્યક્ત કરી જૂની પેન્શન યોજના (બ્ભ્લ્), સિનિયોરિટી, બદલી, બઢતી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉપપ્રમુખ રતિલાલભાઈ પટેલે પણ સંગઠનને વધુ મજબૂત બનાવી શિક્ષકોના હક્ક અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી. ચૂંટણીના પરિણામ જાહેર થતાં ઍકતા પેનલના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
