Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

નિલોશી હટી પ્રા. શાળાના બાળકોને કપડાં અને શૈક્ષણિક કીટનું વિતરણ

નિલોશી હટી પ્રા. શાળાના બાળકોને કપડાં અને શૈક્ષણિક કીટનું વિતરણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૨૮ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નિલોશી હટી ખાતે હેલ્પિંગ હેન્ડ બેંકર્સ ગ્રુપ, સુરત દ્વારા અનાથ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને બે જોડ કપડાં તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ માટે સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્નાં છે. મધ્યાહન ભોજન માટે ડીશ સહિત જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવાની સાથે અન્ય જરૂરી સહાય પૂરી પાડી બાળકોને નિયમિત શાળાઍ આવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. શાળાના શિક્ષકોના અથાગ -યત્નો અને હેલ્પિંગ હેન્ડ બેંકર્સ ગ્રુપના સહયોગથી આજે વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળામાં હાજરી આપી અભ્યાસ કરી રહ્ના છે.

આ સેવાકીય કાર્યથી ગ્રામજનો અને વાલીઓમાં આનંદ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળી હતી. શાળા પરિવાર દ્વારા ગ્રુપના સેવાભાવી કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં હેલ્પિંગ હેન્ડ બેંકર્સ ગ્રુપના કેતન પટેલ, હિમેશ ગામિત, વિરાંગ પટેલ, મેહુલ પટેલ, વિપુલ ગામિત, જયેશ વસાવા, મંથન સોલંકી, મિતુલ પટેલ, હિતેશ વિરાશ, નિલય ગરાસિયા, અંકુર પંચાલ તેમજ માર્શ ગ્રુપના જીતુભાઈ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સૌઍ ૅકોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.