Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

બાલચોંડી કન્યા વિધાલયમાં વ્યક્તિ વિશેષ કાર્યક્રમ યોજાયો

બાલચોંડી કન્યા વિધાલયમાં વ્યક્તિ વિશેષ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૨૮ ઃ નાનાપોંઢા તાલુકાના બાલચોંડી ખાતે ચાલતી શ્રી અંબેમાતા કન્યા વિદ્યાલયમાં વ્યક્તિ વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં વ્યક્તિ વિશેષ તરીકે શાળાની ભૂતપુર્વ વિધાર્થિની ઍડવોકેટ શીતલબેન પટેલ ઉપસ્થિત રહ્ના હતાં અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. શીતલબેન પટેલે જણાવ્યું કે, શિક્ષણ જ જીવનનો મુખ્ય આધાર છે. શિક્ષણ થકી જ ભવિષ્યને ઉજવળ બનાવી શકાય છે. જીવનમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો જ પડે છેનું જણાવી જે શાળા અભ્યાસ કર્યો તે જ શાળામાં વ્યક્તિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા અંગેની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અશ્વમેઘ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે, શાળામાં વ્યક્તિ વિશેષ કાર્યક્રમ ખૂબ જરૂરી છે. જેના થકી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે. શીતલ પટેલ દ્વારા આપવામાં આવેલ  માર્ગદર્શનમાંથી વિદ્યાર્થીઓ શું શીખ્યા જે અંગેનો અહેવાલ તૈયાર કરી રાખવો અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી પ્રેરણા લેવાનું જણાવ્યું હતું. શાળાના આચાર્ય જયદીપભાઈ મહેતા દ્વારા વ્યક્તિ વિશેષ કાર્યક્રમનો સારાંશ રજૂ કરી આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચિવલ ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ પટેલ, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્ના હતાં.