Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ જિલ્લાના પ્રતિનિધિઓઍ રાજકોટની શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં ભાગ લીધો

વલસાડ જિલ્લાના પ્રતિનિધિઓઍ રાજકોટની શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૨૮ ઃ રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્યની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર રાજ્યમાંથી સંઘના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. વલસાડ જિલ્લા તરફથી જિલ્લા અધ્યક્ષ અજીતસિંહ ઠાકોર, જિલ્લા મહામંત્રી રામુભાઈ જે. પટેલ, જિલ્લા મહિલા મંત્રી સુમિત્રાબેન ઍસ. પટેલ, નાનાપોંઢા તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ડૉ. બાબુ ચૌધરી, તાલુકા મહામંત્રી ગોવનભાઈ ઍમ. પટેલ તેમજ તાલુકા મહિલા મંત્રી સુમિત્રાબેન આર. પટેલ ઉપસ્થિત રહ્ના હતાં.

રાજ્ય કારોબારી દરમિયાન સંઘના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને શિક્ષકોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પ્રવાસ યોજના, તમામ મંડળોની રચના પૂર્ણ કરવા, રાજ્યવ્યાપી સદસ્યતા અભિયાનને વધુ વેગવાન બનાવવા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ના અસરકારક અમલીકરણ, ગુજરાત પ્રાંત અધિવેશનના આયોજન, સંઘના ભવન નિર્માણ, વિવિધ પ્રકોષ્ઠો અને આયામોની રચના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત સમગ્ર ગુજરાતના શિક્ષકોને અસર કરતા ટેટ (વ્ચ્વ્) પરીક્ષા સંબંધિત મુદ્દે પણ સઘન ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારોઍ શિક્ષકોના હિતોના રક્ષણ માટે સંગઠનને વધુ સશક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાજ્યભરના શિક્ષકોના પ્રશ્નોના યોગ્ય અને ઝડપથી ઉકેલ આવે તે માટે આગામી લડતની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. સંઘ દ્વારા શિક્ષકોના હક્ક અને હિત માટે સતત રચનાત્મક અને લોકશાહી માર્ગે સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્ય કારોબારી બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોઍ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.