વલસાડમાં આપ પાર્ટીની પદયાત્રા પહેલા કાર્યકરોની અટકાયત
- byDamanganga Times
- 27 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ઃ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં આજે વલસાડ કલ્યાણ બાદ પાસે પદયાત્રા કરે તે પહેલા જ પોલીસે તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમ વલસાડના કલ્યાણ બાદ પાસે વલસાડ જિલ્લા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થઈ આમ આદમી પાર્ટી દ્વારા આજે પદયાત્રાણા કાર્યક્રમ યોજાયો હતો. જોકે ઍ લોકો પદયાત્રે તે પહેલા જ પોલીસે નિયમ મુજબ વલસાડમાં કલ્યાણબાગ માં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વલસાડ માં નીકળેલી રેલીને પોલીસે અધવચ્ચે જ અટકાવી દીધી અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
