વાપીના ૯ વ્યક્તિને ‘યુટી સ્વભિમાન ઍવોર્ડ’થી સન્માનિત કરાયા
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ યુટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંઘપ્રદેશ અને વલસાડ જિલ્લામાં ૨૨ જેટલા સમાજસેવા માનવતા અને જનકલ્યાણના ક્ષેત્રમાં નિસ્વાર્થ ભાવથી કાર્યરત વ્યક્તિઓ અને વિવિધ વિભાગોમાં સિદ્ધિ મેળવનારા વ્યક્તિ અને સંસ્થાને આ બહુમાન અપાયું છે.
જેમા વાપીના નવ જેટલા નામાંકિત વ્યક્તિઓનું પણ યુપી સુધીમાં ઍવોર્ડ ૨૦૨૬ વાપીના કાંતિભાઈ ઍચ. પટેલ, મનુભાઈ ઍસ. વાણીયા, શ્રીમતી હરવિન્દર કોર, કે. ભુરજી, ડો. રેખા ભંડારી, ડો. સોની ઉપાધ્યાય, ડો. નુપુર અગ્નિરીશ, સીમા ભુરુત, અને રીમા કાલાણીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી, વલસાડ, પારડી, ભિલાડ, ઉમરગામ, સરીગામ અને દમણ વિસ્તારના ઍવા સમાજસેવકો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે પોતાના કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સંતોષ વત્સ (કમિશ્નર, ઘ્ઞ્લ્વ્ અમદાવાદ નોર્થ) અને વિશિષ્ટ અતિથિ તરીકે રઘુવંશ કુમાર (ઍડિશનલ કમિશ્નર-અપીલ, ઘ્ઞ્લ્વ્ સુરત) ઉપસ્થિત રહ્ના. બંને મહાનુભાવોઍ પોતાના હસ્તે સન્માનિત મહાનુભાવોને સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરી તેમના ઉત્કૃષ્ટ સામાજિક યોગદાનની પ્રશંસા કરી હતી.
