સરોધી હાઈવેથી ૬.૬૨ લાખનો દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 26 June, 2026
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ ઍલસીબીની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઍક ઍમ.આર. ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં દારૂ ભરી અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્ના હોવાની બાતમી આધારે પોલીસની ટીમે વલસાડના સરોધી હાઇવે પર મુંબઈથી અમદાવાદ તરફ જતો નેશનલ હાઈવે નં-૪૮ પર, મહાદેવ હોટલ નજીકથી ઍક લક્ઝરી બસ નં. ખ્ય્-૨૦-ચ્-૬૮૯૯ ને અટકાવવામાં આવી હતી. બસની તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળ બનાવેલા ખાસ ગુ કેબિનમાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. દારૂની નાની-મોટી બોટલો/ટીન કુલ નંગ-૨૬૨૮ કિંમત રૂ. ૬,૬૨,૬૪૦ લક્ઝરી બસની કિમત રૂ.૩૦ લાખ, ત્રણ નંગ મોબાઈલ, ફોન રૂ. ૧૫,૦૦૦ મળી કુલ રૂ. ૩૬,૭૭,૬૪૦ ના મુદ્દામાલ સાથે લક્ઝરી બસના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે.
