બલીઠા હાઈવે પર વધુ ૫ ટ્રક ચાલકો સામે ગુનો દાખલ
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. વાપી ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે સર્વિસ રોડ પર આડેધડ રીતે વાહનો પાર્ક કરીને ટ્રાફિકને અવરોધ ઉભો કરનાર વાહનચાલકો સામે સતત બીજા દિવસે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા તેમજ અકસ્માતોની સંભાવના ઘટાડવાના હેતુથી ચલાવવામાં આવેલા વિશેષ ડ્રાઈવ દરમિયાન પોલીસે ૧૫ વાહનચાલકોને ઇ-ચલણ ફટકાર્યા હતા. બલીઠા જકાતનાકે ૭ ફોર વ્હીલર કારને રૂ.૧૦ હજાર ઉપરનો દંડ ફટકાર્યો હતો. ગુંજન અંબામાતા રોડ પર ગેરકાયદે પાર્ક ૧૨ બાઈક ચાલકોને પણ દંડ્યા હતાં.
ટ્રાફિક પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ કાનાણીના જણાવ્યા મુજબ બલીઠા હાઈવે સહિતના સર્વિસ રોડ પર અનેક ટ્રકો અને અન્ય વાહનો બેદરકારીપૂર્વક પાર્ક કરવામાં આવતા વાહનવ્યવહાર ખોરવાઈ રહ્ના હતો. જેના કારણે અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને અકસ્માતનો ભય પણ સર્જાતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ૫ ટ્રક ચાલકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર માર્ગો અને સર્વિસ રોડ પર ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.
