ઉમરગામ જીઆઈડીસીમાં ૩ ગણો ટેક્સની ચર્ચાથી ઉદ્યોગકારો ચિંતામાં
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગ ઍકમોમાં છેલ્લા ૧ સાહથી ઍક જ ચર્ચા છે. હવે નોટિફાઇડ ટેક્સ ૩ ગણો ભરવો પડશે. આ વાતથી નાના -મોટા તમામ ઍકમોના સંચાલકોમાં ચિંતા અને મૂંઝવણનો માહોલ સર્જાયો છે. ઉદ્યોગકારોના ઍક વર્ગમાં ઍવી મૌખિક વાત ફેલાઈ છે કે ઞ્ત્ઝ઼ઘ્ દ્વારા નોટિફાઇડ ટેક્સ/સર્વિસ ચાર્જમાં મોટો વધારો કરવામાં આવશે. ઉમરગામ ઞ્ત્ઝ઼ઘ્ વલસાડ જિલ્લાની સૌથી મોટી અને મહારાષ્ટ્ર બોર્ડર સાથે જોડાયેલી હોવાથી, અહીંનો કોઈપણ ટેક્સ વધારો સીધો ૩૦૦૦ ઍકમોને અસર કરે છે. સત્તાવાર સ્થિતિ મુજબ હજી કોઈ લેખિત નોટિસ મળી નથી. આજ સુધી ઞ્ત્ઝ઼ઘ્ ઉમરગામ કે ઉદ્યોગ વિભાગ દ્વારા ‘૩ ગણા વધારા’ અંગેનું કોઈ જાહેરનામું, પરિપત્ર કે નોટિફિકેશન જાહેર કરાયું નથી. શ્ત્ખ્ના ઍક હોદ્દેદારે નામ ન આપવાની શરતે જણાવ્યું, હજુ કોઈ પેપર આવ્યું નથી, પણ આવી વાત સાંભળીને જ નાના ઍકમોનું બજેટ ખોરવાઈ ગયું છે. જો ખરેખર ૩ ગણો વધારો થાય તો ઘણા ઍકમો બંધ કરવાની નોબત આવશે. જાણકારોના મત મુજબ ઞ્ત્ઝ઼ઘ્ના નિયમ મુજબ કોઈપણ ટેક્સ, ભાડું કે સર્વિસ ચાર્જમાં ફેરફાર માટે સરકારી રાજપત્રમાં નોટિફિકેશન આવવું ફરજિયાત છે. જ્યાં સુધી સત્તાવાર કાગળ ન આવે ત્યાં સુધી અફવા પર ભરોસો ન કરવો. આ અંગે ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્વરિવ પગલાના ભાગ રૂપે સરકાર સાથે પત્ર વ્યવહાર કરી સ્પષ્ટ હકીકત જાણી ઉદ્યોગપતિઓ પર વધારાનો બોજ હળવો થાય તે દિશામાં કામગીરી કરવી જોઈઍ પરંતુ આ બાબતે હજી શ્ત્ખ્ વધુ ગંભીર જણાતી નથી. નવા ચૂંટાયેલા હોદ્દેદારો આ દિશામાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરે તે જરૂરી બન્યું છે.
