વાપી ડેપોનો ડ્રાઈવર ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર સતિષભાઈ ડી. વાઢેર સામે ગંભીર આક્ષેપોને પગલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રા વિગતો અનુસાર તા. ૧૦-૦૬-૨૦૨૬ના રોજ તેઅો વાપી–સારંગપુર–બોટાદ સ્લીપર કોચ બસ સમયસર ઉપાડવામાં નિષ્ફળ રહ્ના હતા. ત્યારબાદ તેમણે ટ્રાફિક ઓફિસમાં ઍ.ટી.આઈ. દિનેશભાઈ બી. પટેલ સાથે ઉદ્ધત વર્તન કરી સ્થળ પરથી નીકળી ગયા હતાં. ઍ જ દિવસે સેલવાસ–સોમનાથ બસના કંડક્ટર રાજેશભાઈ બારૈયા સાથે મારામારી થતાં રાજેશભાઈઍ ૧૧૨પર જાણ કરતા પોલીસ વાન પહોંચી હતી અને બંનેને ચીખલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈ વાપી ડેપો મેનેજર જયદીપ માહલાઍ તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી તેમને આહવા ખાતે મુકવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ દારૂના નશામાં ફરજ બજાવતા તથા મુસાફરો અને સહકર્મચારીઓ સાથે જાહેરમાં બોલાચાલી કરનાર ડ્રાઇવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
