પારડી ન.પા.ની કારીબારી સભામાં ત્રિમાસિક હિસાબને મંજૂરી
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૫ ઃ પારડી નગરપાલિકા ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કારોબારી સમિતિના ચેરમેન ચેતન ભંડારીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, રોડ-રસ્તા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જાન્યુઆરી-૨૦૨૬ થી માર્ચ-૨૦૨૬ સુધીના ત્રિમાસિક ખર્ચના હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ વિવિધ વિભાગોના ટેન્ડરો પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. સભામાં શહેરના આરોગ્યલક્ષી મુદ્દાઓ અને રોડ-રસ્તાના નવીનીકરણ અંગે ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં રોડ રીસરફેસીંગ સહિતના કામોને વેગ આપવામાં આવશે. ચેતન ભંડારી ઍ જણાવ્યું કે, નગરપાલિકાના આયોજિત પાર્ટી પ્લોટની કામગીરી હાલ ૭૦ ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે. પાલિકા દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી સંપૂર્ણ કરી લેવામાં આવી છે. પાણી ભરાવવાની સમસ્યા જણાશે ત્યાં તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે આ પ્રસંગે કારોબારી સભ્ય ભૂમિબેન શ્રેયાંશ ભાઈ પારેખ નેહાબેન પટેલ મેઘાબેન ભાવસાર જીગ્નેશભાઈ માંગેલા યતીનભાઈ પ્રજાપતિ વગેરે પાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતાં.
