જિલ્લામાં ૬ માસમાં ૩૨ ગુનામાં રૂ. ૧.૨૫ કરોડનો નશીલો પદાર્થ જ
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ, હેરાફેરી અને સેવન સામે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. છેલ્લા છ મહિનાના ગાળામાં જિલ્લાના વિવિધ ૩૫ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલા ૩૨ ઍનડીપીઍસ ગુનાઓમાં પોલીસે આશરે ૧.૨૫ કરોડ રૂપિયાની કિંમતનો ૧૨૫ કિલો જેટલો નશીલો પદાર્થ જ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સંડોવાયેલા ૫૦ જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી. ઍન. દવેઍ જણાવ્યું હતું કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ, હેરાફેરી અને સેવન કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી સમયમાં પણ આ અભિયાન વધુ કડક રીતે ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને પોતાના વિસ્તારામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી હોય તો તે પોલીસને જાણ કરે. માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુ રાખવામાં આવશે તેમજ યોગ્ય માહિતી માટે ઇનામની જોગવાઈ પણ કરવામાં આવી છે.
