દમણમાં જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ
- byDamanganga Times
- 26 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૫ : જગન્નાથ સ્વામી રથયાત્રા મહા મહોત્સવ ૧૬ જુલાઈ, ગુરુવાર સાંજે ખૂબ જ ધામધૂમથી યોજાશે. દમણના દુનેથા સ્થિત શ્રી જગન્નાથ સેવા સંસ્થાનના પુજારીઓઍ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંજલી નંદાઍ સમજાવ્યું કે રથ સામાન્ય રીતે અગાઉથી તૈયાર કરવામાં આવે છે. આ વખતે, રથનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવી રહ્નાં છે અને ૧૬ જુલાઈ સુધીમાં તેને તૈયાર કરીને મંદિરની બહાર મૂકવામાં આવશે. તેમણે ઘટનાક્રમ વિશે જણાવ્યું કે ૨૯ જૂન સોમવારે સવારે ૯ વાગ્યે શ્રી દેવ સ્નાન પૂર્ણિમા (સ્નાન યાત્રા), ૧૫ જુલાઈ બુધવારે સવારે ૯ વાગ્યે શ્રી ગણેશ પંચાંગ પૂજા, શ્રી રામચરિત અખંડ પાઠનો પ્રારંભ, પીઠ સ્થાપન પૂજા, સ્થાપિત દેવતા પૂજા, ગોપાલ સહસ્ત્રનામ, પુરુષ સૂક્ત, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રી રામ રક્ષા સ્તોત્ર જાપ વગેરે, ૧૬ જુલાઈ ગુરુવારે સવારે ૯ વાગ્યે શ્રી જગન્નાથજીનું અભિષેક અર્ચન, પૂજા, ૧૬ જુલાઈ બપોરે ૪ વાગ્યે શ્રી દેવજીની મૂર્તિ વિમાનમાં આવશે, ત્યારબાદ શોભા યાત્રા શરૂ થશે અને યાત્રા મંદિરમાં પરત આવશે અને શ્રી જગદીશ સ્વામીનો મહાપ્રસાદ ભંડારો, ૨૪ જુલાઈ શુક્રવારે સવારે ૯ વાગ્યે બહુદા પરત યાત્રા અને સમાપન થશે.
