Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડ જી.પં.ની વિવિધ સમિતિઅોની રચના કરાઈ

વલસાડ જી.પં.ની વિવિધ સમિતિઅોની રચના કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લા પંચાયતની ખાસ  સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખની  અધ્યક્ષપણા હેઠળ મળી હતી. જેમાં વિવિધ સમિતિ ના ચેરમેન  અને  સભ્યો ની રચના કરવામાં આવી છે.
 વલસાડ જિલ્લા પંચાયતની પ્રથમ ખાસ સામાન્ય સભા પ્રમુખ હેતલબેન જીતેશભાઈ પટેલની  અધ્યક્ષપણા હેઠળ આજરોજ  સાંજે ૪ઃ૩૦ કલાકે વલસાડના સિવિલ હોસ્પિટલ  કેમ્પસના જૂની ર્નસિંગ કોલેજના મકાનના સભાખંડમાં રાખવામાં આવી છે. ગત તા. ૨૫/૦૫/૨૦૨૬ ના રોજ મળેલ પ્રથમ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવી, ગત તા. ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ મળેલ ખાસ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને મંજૂરી આપવી. તા. ૨૬/૦૨/૨૦૨૬ ની સભાના નિર્ણયો પર લેવાયેલા પગલાં અંગેના અમલીકરણ અહેવાલની નોંધ લેવી, જિલ્લા પંચાયતની વિવિધ મહત્વની સમિતિઓના સભ્યોની ચૂંટણી કરવી, જિલ્લા પંચાયત વલસાડના વહીવટી અધિકારો સુપ્રત કરવા બાબતે ચર્ચા કરવી, અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવતા અન્ય પ્રકીર્ણ વિકાસલક્ષી કાર્યો કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં સમિતિઓની રચના કરવામાં આવી જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રજ્ઞેશ બળવંતભાઈ પટેલ  તથા ૮ સભ્યો મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના સભ્યો ના ચેરમેન તરીકે દક્ષાબેન રમતુભાઈ ચૌધરી તેમજ ૪ સભ્યો, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન તરીકે દક્ષાબેન ચેન્દરભાઈ ગાયકવાડ તેમજ ૪  સભ્યો, અપીલ સમિતિ ચેરમેન હેતલબેન જીતેશભાઈ પટેલ  તથા ૪ સભ્યો, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન ઉર્મિલાબેન ગણેશભાઈ બીરારી તેમજ ૪ સભ્યો, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે રેણુકાબેન દીપકભાઈ ઉદાર તેમજ ચાર સભ્યો, શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે મણિલાલ દલુભાઈ ગામીત તેમજ સાત સભ્યો, સામાજિક સમિતિ ચેરમેન જીજ્ઞાબેન ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ચાર સભ્યો  નામોની જાહેરાત કરવામાં આવી છે.