ચીખલી હાઈવે પર ઈકો કારમાં લીફ લેવી મુસાફરને મોîઘી પડી
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૪ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ થાલા ગામની હદમાં સોમવારે સવારના સમયે ઍક ઇકો ગાડીમાં સવાર ત્રણ ઈસમોઍ ગાડીમાં બેઠેલ ઍક ઇસમના ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા ૨૮,૦૦૦ ની ચોરી કરી ઈસમને ઇકો ગાડીમાંથી ધક્કો મારી નીચે ઉતારી ત્યાંથી ગાડી લઈને નાસી છૂટીયા ની ઘટના ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે.
બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર થાલા ગામની હદમાં મુંબઈથી સુરત જતા ટ્રેક ઉપર તા. ૨૨. ૬. ૨૬ ના રોજ સવારના સુમારે ઍક ઇકો ગાડી નંબર જીજે ૦૫ આરઍલ ૯૬૫૪ માં કામરેજ જવા માટે અમૃત શામજી વાઘેલા ઉ.વ.૫૦ રહે. ખેરગામ ગિરધારી ફળીયા નવા રોડ તા. ખેરગામ જેઓ ઉપરોક્ત ઇકો કારમાં કામરેજ જવા માટે બેઠા હતા દરમિયાન ઇકો ગાડીના ડ્રાઇવરે અમૃત વાઘેલાને જણાવ્યું કે આગળથી ઍક ફેમિલી બેસવાનું છે તમે આગળની ક્લીનર સીટ ઉપર બેસી જાવ ત્યારબાદ ઇકો ગાડી આશરે ૧૦૦ મીટર જેટલી આગળ જતા ડ્રાઇવરે મને ક્લીનરશીપ ઉપર આવી જવા કહેતા હું ક્લીનર સીટ ઉપર બેસી ગયેલ દરમિયાન ઇકો કારના ચાલકે ગાડી હંકારી નજીકના સીઍનજી પેટ્રોલ પંપથી થોડી આગળ જતા ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી તે વખતે પાછળની સીટ ઉપર બેસેલ ઇસમે ગાડીમાંથી ઉતરી મારી ક્લીનર સાઈડનો દરવાજો ખોલી જે સીટ ઉપર હું બેઠો હતો તે સીટ ઉપર આવીને જબરજસ્તીથી બેસી ગયેલ જેથી ફરિયાદી અમૃત વાઘેલાઍ પોતાને ગાડીમાંથી ઉતારી મૂકવા માટે જણાવ્યું હતું. દરમિયાન ઇકો કારના ચાલક તેમજ મારી સાથે ઇકો કારમાં બેસેલ ઈસમો પૈકી કોઈ ઍક ઇસમે ઝડપથી મારા પેન્ટના ખીસ્સામાં હાથ નાખી ખિસ્સામાં રાખેલ રોકડા રૂપિયા ૨૮૦૦૦ કાઢી લીધેલ અને મને તેઓઍ ગાડીમાંથી ધક્કો મારી ઇકો ગાડી લઈને નાસી છૂટ્યા હતા ઘટનાની ફરિયાદ અમૃત વાઘેલાઍ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ આર ઍન વાડલે ઍ વધુ તપાસ હાથ ધરી છે જોકે ઘટનામાં પોલીસે ઍક શકમદ આરોપીની ધરપકર કરી હોવાનું જાણવા મળે છે.
