હાલર રોડના ગેરકાયદે દબાણ અંગે સભ્યની સીઅોને રજૂઆત
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને મુખ્ય ઍવા હાલર રોડ પર રોડ માર્જિન અને જાહેર માર્ગ પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ બાબતે વલસાડ નગરપાલિકાના વોર્ડ નં. ૯ હાલર વોર્ડ ના સભ્ય નિતેશ ઍમ. વશીઍ પાલિકાના ચીફ ઓફિસરને ઍક લેખિત રજૂઆત કરી તાકીદે યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. શહેરના બાબુ ચણાવાલા હોસ્પિટલથી લઈને આઝાદ ચોક સુધીનો હાલર રોડ વલસાડ નગરપાલિકાની મંજૂર થયેલી ટી.પી. સ્કીમ મુજબ ૧૮ મીટરનો રોડ છે. નિયમો અનુસાર, વાણિજ્ય હેતુ માટેના બાંધકામમાં રોડથી ૬ મીટર જેટલું રોડ માર્જિન છોડવાનું ફરજિયાત હોય છે.
પરંતુ, આ માર્ગ પર આવેલા કેટલાક જાણીતા વ્યાપારી ઍકમો દ્વારા રોડ લાઈન અને રોડ માર્જિનના વિસ્તારમાં સરેઆમ ગેરકાયદેસર બાંધકામો, ઓટલાઓ તેમજ ખાણી-પીણીના કાઉન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. જલારામ ખમણ, નડિયાદ પુફવાળા, જોધપુર સ્વીટ માર્ટ, રાજસ્થાન સ્વીટ માર્ટ, ટ્રાફિક અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો જાહેર માર્ગ અને માર્જિનની જગ્યાઓ પર આ પ્રકારે ગેરકાયદેસર કાઉન્ટરો અને ઓટલાઓ ખડકાઈ જતાં રોડ સાંકડો બની ગયો છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે અને રાહદારીઓને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ઞ્.ઝ઼.ઘ્.ય્. અને ગ્.શ્. પરમિશનની તપાસ કરવા માંગ
નગરસેવકે ચીફ ઓફિસરને વિનંતી કરી છે કે સંબંધિત મિલકતો દ્વારા કરવામાં આવેલા આ બાંધકામો મંજૂર નકશા, ગ્.શ્. પરમિશન તેમજ ઞ્.ઝ઼.ઘ્.ય્. ની જોગવાઈઓ મુજબ છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવામાં આવે. જો રોડ માર્જિન, જાહેર માર્ગ પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર જણાય તો તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકહિતની માંગ પ્રબળ બની છે.
