Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

વલસાડમાં પાણીનું નહીં કચરાનું પૂર આવ્યું!

વલસાડમાં પાણીનું નહીં કચરાનું પૂર આવ્યું!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ રેલવે નજીક માનસરોવર હોટલથી મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળા થઈને ઔરંગા નદી તરફ જતી મોટી ખુલ્લી ગટર લાઈનમાં મોટા પ્રમાણમાં કાદવ કિચન અને પ્લાસ્ટિકની થેલી બાટલીઓ જોવા મળતી હોય ત્યારે કોન્ટ્રાક્ટરની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.ચોમાસુ નજીક હોવાથી વલસાડ જિલ્લા કલેક્ટરે પ્રી-મોન્સૂન કામગીરીને લઈને નગરપાલિકાને કડક આદેશ આપ્યા હતા, છતાં પરિસ્થિતિ કઈંક જુદી જ જોવા મળી રહી છે. શહેરની મુખ્ય ગટરો આજે પણ કાદવ, કિચડ અને ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓ તેમજ બાટલીઓથી ઉભરાઈ રહી છે.
વલસાડ રેલવે નજીક માનસરોવર હોટલથી મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળા થઈને ઔરંગા નદી તરફ જતી મોટી ખુલ્લી ગટર લાઈનની હાલત ખરાબ છે. સ્થાનિક લોકોઍ જણાવ્યું કે   પાલિકા દ્વારા સુરત ના  કોન્ટ્રાક્ટરને પ્રી-મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, છતાં સફાઈ માત્ર કાગળ પર જ થઈ હોય તેમ લાગી રહ્નાં છે.
ગટરોની સફાઈ ન થવાને કારણે વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો પાલિકા આ અંગે તાત્કાલિક પગલાં ન લે, તો ચોમાસા દરમિયાન વલસાડના નાગરિકો મોટી મુસીબતમાં મુકાઈ શકે છે. દર વર્ષે નગરપાલિકા દ્વારા પ્રી મોનસુન કામગીરી દરમિયાન વેઠ ઉતારા થી હોવાની ફરિયાદો પણ થઈ રહી છે.
આવા કોન્ટ્રાક્ટર કે ઍજન્સીને નગરપાલિકા કોન્ટ્રાક્ટ   રદ કરવા આદેશ કરશે કે પછી આજ કોન્ટ્રાક્ટર ઉપરથી મોટા રાજકારણીઓ પાસે  દબાણ કરાવી  પોતાની ઍજન્સી ચાલુ રાખશે.