Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

દેવસરમાં ક્રિકેટ બાબતે બે જુથ વચ્ચે મારામારીમાં ૮ સામે ફરિયાદ

દેવસરમાં ક્રિકેટ બાબતે બે જુથ વચ્ચે મારામારીમાં ૮ સામે ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૪ ઃ ગણદેવી તાલુકાના દેવસર ગામે ક્રિકેટ રમતી વખતે બોલ નાખવા જેવી નજીવી બાબતે મારામારીની ઘટનામાં બંને પક્ષોઍ સામસામી ફરિયાદ નોંધાવતા બીલીમોરા પોલીસે કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રથમ ફરિયાદ મુજબ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ કલાકના અરસામાં દેવસર તરફ ઉતરતા ઓવર બ્રિજ પર શીખો નાં બે જૂથો વચ્ચે ક્રિકેટ બોલ નાખવાની અદાવતમાં હિંસક મુઠભેડ સર્જાઈ હતી. હાથમાં પહેરેલા સ્ટીલ, લોખંડ નાં કડા થી શરીર અને માથામાં પ્રહાર કરાયા હતા. જેમાં ચારેક જણા ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ સમગ્ર મામલે બંને પક્ષ ઍ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે કુલ ૮ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રથમ કેસ માં અર્જુનસિંગ ભગતસિંગ સરદાર (૫૦) રહે. ગુરુનાનક નગર દેવસર ઍ દેવસર શીખ કેમ્પ માં રહેતા રાજવીર સિંગ પપ્પુસિંગ સરદાર, સુનીંદરસિંગ રાજેશસિંગ સરદાર અને કુલજીતસિંગ કિશોરસિંગ સરદાર સહિત ત્રણ સામે પોતાના ભત્રીજા અને જમાઈ ને માથામાં કડા થી માર મારી ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આપી હતી. જ્યારે સામા પક્ષે પણ સરનજીત સિંગ રાજેશસિંગ સરદાર (૨૭) રહે.ગુરુનાનક નગર દેવસર ઍ પાંચ વિરુદ્ધ નાલાયક ગાળો આપી હાથમાં પહેરવાના કડાથી માથામાં મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ આપી હતી. જેના આરોપી નેહલસિંગ સુરજીતસિંગ લબાના, રવીન્દ્રસિંગ કરતારસિંગ સરદાર, અર્જુનસિંગ ભગતસિંગ સરદાર, કશ્મીરસિંગ કરતારસિંગ સરદાર અને અમનસિંગ કરતારસિંગ સરદાર રહે. શીખકેમ્પ દેવસર નો સમાવેશ થાય છે. દેવસર ક્રિકેટ મેદાન માં બોલ નાંખવા બાબતે મન દુઃખ થતા બે જૂથો સામસામે આવી ગયાનું જાણવા મળે છે.