Damanganga Times.

Damanganga Times.

June 24, 2026

કલેકટરના જાહેરનામાની વલસાડ ગ્રામ્ય પોલીસ મથકમાં જ ઉપેક્ષા : સીસીટીવી નથી

કલેકટરના જાહેરનામાની વલસાડ ગ્રામ્ય પોલીસ મથકમાં જ ઉપેક્ષા :  સીસીટીવી નથી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લા કલેકટરની સુચનાથી જિલ્લાના તમામ મહત્વના ખાનગી અને જાહેર સ્થળોઍ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નવું અધ્યતન બનેલાં વલસાડ રૂરલ પોલીસ મથકમાં સીસીટીવી કેમેરા જ નથી. તે કેમેરા ક્યારે લગાવવામાં આવશે. જિલ્લામાં વધતી ગુનાખોરીને ડામવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાજેતરમાં જ ઍક કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જિલ્લાના તમામ મહત્વના ખાનગી અને જાહેર સ્થળોઍ સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે. પરંતુ આડ્ઢર્યની વાત ઍ છે કે, જે પોલીસ પર આ નિયમનો અમલ કરાવવાની અને લોકો સામે કાર્યવાહી કરવાની જવાબદારી છે, તે જ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી સીસીટીવી કેમેરા લાગ્યા નથી!  વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ  દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ઍક મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જિલ્લાની શાળાઓ, હોસ્પિટલો, મોલ, બેંકો, ઔદ્યોગિક ઍકમો, અને ધાર્મિક સ્થળો સહિત ૧૩ જેટલી કેટેગરીના સ્થળો પર ઍન્ટ્રી-ઍક્ઝિટ અને ર્પાકિંગ કવર થાય તે રીતે હાઇ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ કરાયો છે. કલેક્ટરના આદેશનો  જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અને આ કાર્યવાહી કરવાની સત્તા ભ્લ્ત્ કે તેથી ઉપરના પોલીસ અધિકારીઓને અપાઈ છે. જો સામાન્ય નાગરિક કે વેપારી કેમેરા ન લગાવે તો પોલીસ દંડ ફટકારશે, પરંતુ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન કે જ્યાં હાલમાં કોઈ જ સીસીટીવી કેમેરા કાર્યરત નથી, તેમની સામે કાર્યવાહી કોણ કરશે ?  સીસીટીવી કેમેરા ગુનાઓ ઉકેલવામાં પોલીસ માટે ત્રીજી આંખ સમાન છે. પરંતુ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની આ બેદરકારી  જ્યારે કાયદાના રક્ષકો જ કાયદાના અમલથી વંચિત હોય, ત્યારે સામાન્ય જનતા પાસેથી શું અપેક્ષા રાખી શકાય?